ટંકારા : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઉપર હુમલો કરવાના ગુનામાં છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આજે તા. 21 જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઉપર હુમલો કરી મારામારી કરવાના ગુનામાં છ માસથી નાસતા-ફરતા આરોપી શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ. 22, રહે. જોધપર, તા. ટંકારા)ને મોરબી નવલખી ફાટક પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. જાડેજા, ASI હીરાભાઈ એમ. ચાવડા સહિતના અધિકારીઓ જોડાયેલ હતા.