મોરબી : નશાની હાલતમાં વાહન ચલાવવું વાહન ચાલક માટે તો જોખમી હોય જ છે સાથોસાથ આવા વાહન ચાલકો અન્ય નિર્દોષ લોકોની જિંદગીને પણ જોખમમાં મૂકે છે. ત્યારે મોરબી સીટી એ ડીવી. પોલીસ મથક વિસ્તારમાં બે અલગ-અલગ બનાવોમાં પોલીસે બે બાઇક સવારોને નશાની હાલતમાં પુરપાટ ગતિથી બાઇક ચલાવતા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી લાતી ચોકડી પાસેથી પસાર થતા પ્લેઝર મોટરસાયકલ નંબર GJ 03 DC 4717ના ચાલક રાજેશ મનહરભાઈ જાની તથા પંચાસર ચોકડી પાસેથી યામાહા મોટરસાયકલ નંબર GJ 36 E 9186 લઈને નીકળેલા ભાવેશ વિનુભાઈ મહેતાને નશાની હાલતમાં બાઇક ડ્રાઈવ કરતા ઝડપી પાડી એ.વી. એક્ટ કલમ 185,3-181 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.