મોરબી : ઇકો કલબ અંતર્ગત 'પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવું' વિષયની વક્તૃત્વ સ્પર્ધામાં ધોળીબહેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં ધો. 11માં અભ્યાસ કરતી ખાંભલા માધવી થોભણભાઇએ ભાગ લઇ તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તેમજ રોકડ પુરસ્કાર રૂ. 3500 મેળવેલ છે. વધુમાં, તેની રાજ્ય કક્ષાએ ટ્રેનિંગ માટે પસંદગી થયેલ છે. આથી, તે ફેબ્રુઆરી મહિનામાં ટ્રેનિંગમાં જશે. જે બદલ તેમને આચાર્ય અને શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.