માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ સ્ટેશન દ્વારા માણેક વાંઢમાંથી એક શખ્સની વેચાણ અર્થે રીક્ષામાં 324 નંગ વિદેશી દારૂની બોટલો ભરી રાખવાના ગુના માટે અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે તા. 19 જાન્યુઆરીના રોજ માળીયા ત્રણ રસ્તા, સંધ પેટ્રોલ પંપ પાછ્ળ, માણેક વાંઢ વિસ્તારમાંથી આરોપી ગફુરભાઈ હુશેનભાઈ માણેક (ઉ.વ.૨૦, રહે. માળીયા સંધ પેટ્રોલપંપ પાસે, માણેક વાંઢ) ગેરકાયદેસર રીતે પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રીક્ષામા ભરી વેચાણ કરવાના ઈરાદે રાખી તથા રહેણાક મકાનમા પાર્ટી સ્પેશીયલ ૭૫૦ મીલીની કંપનીની શીલબંધ બોટલ નંગ ૨૧૬ કી.રૂ. ૬૪૮૦૦/- તથા રોયલ ચેલેન્જ ક્લાસીક વ્હીસ્કીની ૭૫૦ મીલીની કંપનીની શીલબંધ બોટલ નંગ ૧૦૮ કી.રૂ. ૪૩૨૦૦/- તથા સી.એન.જી. રીક્ષા નં.: જીજે ૩૬ યુ ૮૫૧૧ કી.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪૭૬૦૦/-ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા માળીયા (મી.) પોલીસ સ્ટાફ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.