મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ દાયકાઓથી કાર્યરત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટિ સુનિલભાઈએ તાજેતરમા બી.કોમ. સેમ-૫ના જાહેર થયેલ પરિણામમા ૮૪% પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા તૃતિય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધારે સમયથી રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો-૧૦, ૧૧-૧૨ (com), B.com; B.B.A., M.com સહીતના વર્ગોનુ ગુજરાતી-અંગ્રેજી માધ્યમોમા બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે. પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલ ભાઈ કે જે R.O.Patel women’s college મોરબી ખાતે અભ્યાસ કરી રહી છે તેમણે ૮૪% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમા તૃતિય ક્રમાંક તેમજ સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે બદલ મોરબી જનતા ક્લાસીસના સંચાલકો પ્રવિણ ભાઈ કક્કડ તથા નિર્મિત ભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે.