માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ દ્વારા નવી નવલખી પાસેથી જુગાર રમતા પાંચ શખ્સો પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 15 જાન્યુઆરીના રોજ નવી નવલખીમા હાજી હારૂનાની દુકાન પાસે જાહેરમા રૂ. 5,530ની રોકડ રકમ દ્વારા ગંજીપતાના પાના વડે તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા આરોપીઓ સલીમ હારૂનભાઈ જામ (ઉ.વ. ૪૦), સલેમાન હાશમભાઈ જામ (ઉ.વ. ૬૦), ઉમરભાઈ નુરમામદભાઈ સોતા (ઉ.વ. ૩૫), દાઉદભાઈ હુશેનભાઈ સોતા (ઉ.વ. ૨૩), અસગર ઉમરભાઈ સોતા (ઉ.વ. ૨૦) (રહે. બધા નવી નવલખી, તા. માળીયા મી., જી. મોરબી)ની અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.