મોરબી : ઉમિયા સર્વિસ કલાસ ફોરમ-મોરબી દ્વારા મોરબીમાં વસતા સમસ્ત પાટીદાર કર્મચારીઓનું સ્નેહ મિલન, સરસ્વતી સન્માન અને પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું તા. ૧૨/૦૧/ ૨૦૨૦ રોજ આયોજન થયું હતું. આ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના નિવૃત અને વર્તમાન 2700 કર્મચારીઓ અને તેમના પરિવારની વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં યોગાચાર્ય ભાણદેવે આશીર્વચન આપ્યા હતા. તેમજ ડો. ભાવેશ જેતપરિયાએ સ્વાગતવિધિ કરી અને ડો. પ્રફૂલ પટેલે આભારવિઘિ કરી હતી. કાર્યક્રમનું સુચારું સંચાલન શેલેષ ઝાલરિયા અને હર્ષદ મારવણિયાએ કરેલું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ડોકટર સદસ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125 કર્મચારીઓએ રકતદાન કર્યું અને 125 કર્મચારીએ ચક્ષુદાન કરેલ હતું. આ પ્રસંગે યોગાચાર્ય ભાણદેવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, ધારાસભ્યગણ બ્રીજેશ મેરજા, કાન્તીભાઈ અમૃતિયા, લલિત કગથરા, બાવનજી મેતલિયા, રાઘવજીભાઈ ગડારા, લક્ષ્મણભાઈ ડોરી, દુર્લભજીભાઈ દેથરિયા,નગરપાલિકા પ્રમુખ કેતન વીલપરા, જિ.પં.પ્ર. કિશોર ચિખલિયા, આઈ.એ.એસ. ઓફિસરો, ઉદ્યોગ જગતના માંધાતાઓમાં લીંબાભાઈ મસોત, કે.જી. કુંડારિયા, નિલેશ જેતપરિયા, ત્રંબકભાઈ ફેફર, પરેશ પટેલ, જયંતિભાઈ જે. પટેલ, કરશનભાઈ આદ્રોજા, કિશોરભાઈ ભાલોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વકતવ્યો પણ આપ્યાં હતાં. આ સમારોહમાં પાટીદાર રત્નો જેવા કે ગોવિંદભાઈ વરમોરા, ઠાકરશીભાઈ અઘારા, વલમજીભાઈ અમૃતિયા, શીવાભાઈ ઓગાણજાનું દબદબાભેર સ્વાગત સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ વિરાટ સમારોહને સફળ બનાવવા માટે ફોરમના પ્રમુખ ડૉ. ભાવેશ જેતપરિયા, નવનિયુકત પ્રમુખ ડો. પ્રફૂલ પટેલ, પૂર્વ પ્રમુખ રામજી બાવરવા-ભાણજીભાઈ આદ્રોજા, પૂર્વ સંગઠન મંત્રી અને સલાહકાર કરશનભાઈ કોટડિયા, મંત્રી અશ્વિન એરણિયા, તમામ હોદેદાર, સમિતિના કન્વીનરો સંદિપ આદ્રોજા, સંજીવ જાવિયા, મેનપરા સાહેબ, હર્ષદ પટેલ, મનસુખ દલસાણિયા, શેલેષ ઝાલરિયા, જીતેન્દ્ર વીરમગામા, બિપીન કણસાગરા, રમેશ કાલરિયા, અશ્વિન દલસાણિયા, રવજી ચિખલિયા, રમેશ કાલરિયા, રમેશ બૂડાસણા, ધનજી કોરીંગા, અનંત આદ્રોજા, ગોરધન ગાંભવા, જીતેન્દ્ર વીરમગામાં, વલમજી મેરજા, ગોરધન ગાંભવા, રવિ ભોરણિયા, નરેન્દ્ર ઝાલરિયા, બિપીન કણસાગરા વગેરેએ બનાવવા જહેમત લીધી હતી.