મોરબી : આવનારી મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ રસિયાઓ અને ખાસ કરીને બાળકોએ પતંગ ઉડાવતી વખતે શુ શુ સાવધાની રાખવી એ અંગે લાલપર JETCO દ્વારા માહિતી આપવામાં આવી હતી. લાલપર JETCO દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉડાવતી વખતે રાખવી પડતી તકેદારી અંગે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પતંગ ચગાવવી એ મકરસંક્રાંતિના ઉત્સવનો એક ભાગ છે. પતંગ રસિયાઓ અને ખાસ કરીને બાળકો તેમજ યુવાનો પતંગ ચગાવતી વખતે ઘણી વખત કોઈને કોઈ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અગાસી પર કે ખુલ્લા ધાબા પરથી પતંગ ઉડાવતી વખતે, ખુલ્લા પ્લોટમાં પતંગ ઉડાડતા ઉડાડતા જાહેર માર્ગો પર આવી જવું, વીજળીના તાર પર ફસાયેલી પતંગો ઉતારવાની ચેષ્ટા કરવી જેવા કારણોથી તેમજ ઉત્સાહના અતિરેકમાં અન્ય અકસ્માતો થતા હોય છે ત્યારે લાલપર JETCO દ્વારા ગ્રામ્યજનોને ઉત્સવ દરમ્યાન તકેદારી રાખવા ખાસ માહિતી આપવામાં આવી હતી.