મોરબી : મોરબીમાં પ્રાથમિક શાળા, લક્ષ્મીનગર ખાતે નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબી દ્વારા પ્રેરિત સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આવતીકાલે તા. 11/01/ 2020ને શનિવાર સવારે 9 થી 12:30 કલાકે સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.