મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેન્દ્રભાઈ હરજીવનભાઈ પુજારા (ઉં.વ. 35) એ ગઈકાલે અજાણ્યા કારણોસર ફિનાઇલ પી લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલી રહી છે.