મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તા. 11 જાન્યુઆરીના રોજ શનિવારે બપોરે 3-30 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ ની વાડી, બેંક ઓફ બરોડા સામે, સરદાર બાગ ખાતે ક્રિએટિવ કુક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા બનનારને 'Chef of Morbi'થી નવાજવામાં આવશે. તેમજ દરેક સ્પર્ધકને રૂ. 500 સુધીના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. વધુ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેન સોનલ શાહ મો. 79905 42612 નો સંપર્ક કરવાનો રહેશે.