મોરબી : મોરબી નજીક લાલપર પાસે આવેલા થોરેન્ટો સિરામિકમાં આજે રાતના અરસામાં વિકરાળ આગ ફાટી નીકળી છે. આ અંગે જાણ થતા મોરબીની 3 ફાયર બ્રિગેડની ટિમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં વિનય ભટ્ટ સહિતના જવાનોએ તુરંત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હજુ પણ આ આગ કાબુમાં ન આવી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.