હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં ટીકર-મિયાણી ગામની બ્રામણી નદીમાંથી રેતીચોરી કરનાર બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગત તા. 24 ડિસેમ્બરના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ટીકર-મિયાણી ગામની બ્રામણી નદીમાંથી હિટાચી મશીન ચેસીસ નં.EX-110 1101-5830 કેસરી રંગનું ટાટા કંપનીના ચાલક તથા માલીકે ૧૩૫૫૭.૪ મે.ટન તથા જે.સી.બી કંપનીનું હિટાચી મશીન જેના ચેસીસ નં.PUNJS14CT01782311 ના ચાલક તથા માલીકે ૯૫૩૦.૬૧ મે.ટન ગેર કાયદેસર રેતીનુ ખોદકામ કરી પોતાના મશીનો બીન વારસી છોડી નાસી જવાના કારણે તેઓ બંને સામે ગઈકાલે તા. 7 જાન્યુઆરીના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ હળવદ પોલીસે આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.