ટેન્કર ચાલક સામે વાંકાનેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર નજીક ટેન્કર ચાલકે કારને હડફેટે લેતા કારમાં નુકશાન થવાથી બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી.જેમાં ઉશ્કેરાયેલા ટેન્કર ચાલકે કાર ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા જાતે ઉવ.૩૭ ધંધો વેપાર રહે દીગ્વીજયનગર (પેડક),વાંકાનેર વાળાએ ટેન્કર નં એમ.એચ.-૪૩-વાય.-૨૯૯૫ નો ચાલક ઇન્દ્રજીત ચીન્ગીપ્રસાદ ગુપ્તા ઉ.વ. ૨૪ રહે ખમહરીયા, અલીદાપુર થાણા ચીલીહા તા. સોહરતગઢ જી. સીધ્ધાર્થનગર (યુ.પી.) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૬ ના રોજ વઘાસીયા ટોલનાકા પાસે આરોપીએ પોતાના હવાલાવાળું ટેન્કર નં. એમ.એચ.-૪૩-વાય.-૨૯૯૫ વાળું આગળ પાછળ તેમજ સાઇડનું ધ્યાન રાખ્યા વગર બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની વેગનઆર કાર નં. જી.જે.-૩-સી.એ.-૫૫૪૩ માં જમણી સાઇડના દરવાજામાં ટેન્કરનું બમ્પર ઘસાતું ચલાવી કારના જમણી સાઇડના સાઇડ ગ્લાસ તથા દરવાજાને રૂ.૪૦૦૦૦ નું નુકશાન કરી નુકશાની આપવા બાબતે ફરીયાદીએ આરોપીને કહેતા આનાકાની કરી આરોપીએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.