વાંકાનેર :વાંકાનેરના દિધલીયા ગામની સીમની વાડીમાં આવેલ પોલટ્રીફાર્મમાં જુગાર રમતા સાત શખ્સો વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારની રેડની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલ તા.૬ના રોજ વાંકાનેર તાલુકાના દિધલીયા ગામની સીમની વાડીમાં આવેલ પોલટ્રીફાર્મમાં જુગારની રેડ કરી ત્યાં જુગાર રમતા રસુલભાઇ સાઉદીભાઇ ખોરજીયા, લખમણભાઇ ધિરૂભાઇ કુમખાણીયા, છનાભાઇ રવજીભાઇ રોજાસરા, ચોથાભાઇ રૂપાભાઇ રંગપરા, પાચાભાઇ રૂપાભાઇ રંગપરા, હરેશભાઇ ગાંડુભાઇ ધોરીયા, ભરતભાઇ દેવાભાઇ મુંધવાને મુદામાલ કુલ રૂ. ૧૫૭૪૫૦ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.