મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે જુગાર રમતા 9 શખ્સોને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રૂ. 35,500ની રોકડ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર ગામમી સીમમાં વોકળાવાડી મેલડી માતાજીના મંદિર પાસે જુગાર રમતા મુન્નાભાઈ દેવાભાઈ લામકા ઉ.વ.36, યાકુબખાન અબ્દુલખાલિદખાન પઠાણ ઉ.વ.37, જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ ઉ.વ.57, હિતેશભાઈ જગદીશભાઈ ગોસાઈ ઉ.વ.29, રાજેશભાઇ લાલજીભાઈ નકુમ ઉ.વ.32, તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહેલ ઉ.વ.25, લક્ષમણભાઈ ગોકળભાઈ ટોટા ઉ.વ.25, રાજુભાઇ મોતીભાઈ રાઠોડ ઉ.વ.40 અને પરેશભાઇ મનુભાઈ પાટડીયા ઉ.વ.41ને રોકડા રૂ. 35500 સાથે તાલુકા પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.