વીજળી, ટેલિફોન, એસટી, વીમો, મેડિકલેઇમ, ભેળસેળ સહિતના વિષયોને લગતા પ્રશ્નો 15 ફેબ્રુ. સુધી મોકલી શકાશે મોરબી : મોરબી શહેર- જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માર્ચ માસમાં વિશ્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તે અંતર્ગત વીજળી, ટેલિફોન, એસટી, વીમો, મેડિકલેઇમ, ભેળસેળ સહિતના વિષયોને લગતા પ્રશ્નો ગ્રાહકોને 15 ફેબ્રુ. સુધી મોકલવા અનુરોધ કરાયો છે. ગ્રાહક છેતરાઈ નહીં અને તેના હક્ક તથા હિતોનું રક્ષણ થાય તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત છે. મંડળ દ્વારા તમામ ગ્રાહકો પાસેથી વિજળી, ટેલિફોન, એસટી, વીમો, મેડિકલ ક્લેઇમ, સોનાને લગતા, ઉદ્યોગને લગતા,જીએસટી, તોલ માપ, રેલવે, મકાન સોદા થયા હોય તે કબજો ના આપતા હોય, બેંકમાં થયેલ ફ્રોડ અને બીજા રાજ્યમાં જતા માલને ત્યાંના તોલ માપ અધિકારી તરફથી થતી કનડગતના પ્રશ્નો અને તમામ ગ્રાહકોને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ પ્રશ્નો 15 ફેબ્રુઆરી સુધીમાં 49- સૂર્યોદય કોમ્પ્લેક્ષ, પરાબજાર, મોરબી ખાતે મોકલી આપવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.