મોરબી : 2020-21ના નાણાકીય વર્ષ માટે મોરબી જિલ્લાની સંભવિત લોન સંબંધિત યોજનાનું આજે તા. 7 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવેલ હતી. આ યોજનાના મુખ્ય પાસાઓ વિષે મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના નાબાર્ડના ડીડીએમ આરાસુ બર્નબસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનું કદ રૂ. 5810 કરોડ છે. તેમાં કૃષિ માટે 2521 કરોડ રૂપિયા, નાના અને માધ્યમ કદના ઉદ્યોગો માટે 3034 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ અવસરે લીડ બેન્કના ચીફ મેનેજર જીતેન્દ્રસિંહ વાળા, બેન્ક ઓફ બરોડાના રંજન દાસ, ભારતીય સ્ટેટ બેન્કના રામકૃષ્ણ પરિમી અને અશોક કુમાર યાદવ તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના જ્યોર્જ ડેનિયલ હાજર રહ્યા હતા. નાબાર્ડના ડીડીએમ આરાસુ બર્નબસએ બેન્ક, રાજ્ય સરકારના તમામ વિભાગો અને એન.જી.ઓ.ના સહિયારા પ્રયત્નથી આ લક્ષ્યાંક પરિપૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.