ટંકારાને પ્રજાસત્તાક દિન પહેલા ટનાટન કરાશે, બજારોમાં રોશનીના ઝગમગાટ જોવા મળશે : આયોજન સંદર્ભે અધિકારીઓની વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઇ ટંકારા : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આ વખતે ટંકારામાં આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ટંકારામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.જે અંગે અધિકારીઓની વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે બેઠક યોજાઇ હતી.જેમાં ટંકારાની બજારોને રોશનીઓથી શણગાર કરવા તથા ટંકારાને પ્રજાસત્તાક દિન પહેલા ટનાટન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.એકંદરે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખરાઅર્થમાં લોકભોગ્ય બને તેવા સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. ટંકારમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ અંગે તંત્રની આગેવાનો વેપારીઓ અને શહેરીજનો સાથે સઘન ચર્ચા વિચારણા કરાઈ હતી.જેમાં હેલીપેડ ગ્રાઉન્ડ મા 71 મો પ્રજાસત્તાક દિન ઉજવાશે અને 26 ની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.તેમજ ટંકારાની બજારો રોશનીથી ઝળહળી ઉઠશે.એકંદરે આ રાષ્ટ્રીય પ્રર્વને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીની વ્યવસ્થા અંગે ટંકારા તાલુકા પંચાયત ખાતે શહેરના વેપારીઓ,ઉધોગકારો, આગેવાનો, અને એન જી ઓ સાથે મિટીંગ કરી હતી જેમા પ્રાત અધિકારી ખાચર મામલતદાર પંડયા ટીડીઓ નાગાજણ તરખાલા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મિટીંગમા ટંકારા વેપારી મંડળો , ભાજપ કોગેસ તથા અન્ય પક્ષના હોદેદારો સામાજિક સંગઠનો યુવાનો પંચાયત ના સભ્યો અને તજજ્ઞો હાજર રહ્યા હતા અને આગામી કાર્યક્રમ વિશે વાત કરી હતી જેમા રાજ્ય સરકારની વિવિધ પ્રવર્તમાન યોજના અંગેના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનાવશે . ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર, યોગ અને પ્રાણાયામ કરશે પોલીસ હોમગાર્ડ પ્રેડ શાળા ની કુર્તી સહીત ના અનેકવિધ કાર્યક્રમો યોજાશે .સાથે 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ટંકારાને ટનાટન બનાવી રોશનનીથી દેદીપ્યમાન કરાશે.તે માટે વેપારી મંડળો અને પંચાયતે કમર કસી છે.