મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ બાળકોએ વિવિધ રમતોની મોજ પણ માણી હતી. આ સ્નેહમિલનના કાર્યક્રમમાં બાળકો માટે વિસરાતી જતી રમતો જેવી કે સંગીત ખુરશી, મેમરી ટેસ્ટ, ટાર્ગેટ, લીંબુ ચમચી, ચોકલેટ વિણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા, સહમંત્રી વિનયભાઈ વાંક, ગૌરાંગભાઈ એન. ગોહેલ અને સંગઠન મંત્રી રણધીરભાઈ ડાંગર તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.