મકરસંક્રાતિ પર વેચાણ અર્થે રાખેલો 32 હજારના દારૂ સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી મોરબી એલ.સી.બી. : મોરબી : ગત રાત્રે કોમ્બિંગ રાઉન્ડ દરમ્યાન મોરબી એલ.સી.બી.ને મળેલી ખાનગી બાતમીને આધારે તાલુકાના પીપળી ગામની સીમમાંથી કારમાં પસાર થતા ત્રણ શખ્સોને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને 'ધંધો' કરી લેવાના ઉદ્દેશ સાથે હેરફેર કરતા દારૂનું વેચાણ થાય એ પહેલા મોરબી એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને ખાનગી રહે મળેલી ચોક્કસ બાતમીના આધારે પીપળી ગામની સીમમાં એફિલ સીરામીક જવાના કાચા રસ્તેથી મોમાઈભાઈ ભીખાભાઇ રબારી, રહે. કલ્યાણપર તા. રાપર, જી. કચ્છ, બાબુભાઇ ધનાભાઈ બાંભવા રહે. રાપર, કમલેશ તેજાભાઈ રબારી રહે. મૂળ થોરાળા રહે. હાલ લીલાપર તા. મોરબી વાળાઓને મારુતિ સ્વીફ્ટ કારમાંથી અંગ્રેજી દારૂની બોટલ નંગ 108 કિંમત રૂ. 32,400 તથા કાર કિંમત રૂ. 4,000,00 તથા મોબાઈલ ફોન નંગ 5 કિંમત રૂ. 21,000 આમ કુલ મળી રૂ. 4,53,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઝડપવામાં પો.ઇન્સ.એલસીબી વી.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કણોતરા, પો.કોન્સ ભરતભાઇ મિયાત્રા, દશરથસિંહ પરમાર, નિરવભાઈ મકવાણા, આશિફ્ભાઈ ચાણકયા, સતિષભાઈ કાંજીયા સહિતનાઓએ કામગીરી કરી હતી.