દરેક પ્રકારની ફરિયાદોનું નિરાકરણ થતું ન હોવાથી સમિતિના સભ્યે માત્ર ચા પાણી અને સહી કરવા માટે આ આવતા હોવાનો બળાપો ઠાલવ્યો ટંકારા : ટંકારા તાલુકામાં ફરિયાદ સંકલન સમિતિ ઉપર ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે.અને ખુદ જવાબદાર અધિકારીઓ જ ગેરહાજર રહેતા હોય કોઈપણ પ્રકારની ફરિયાદોનો નિકાલ જ આવતો ન હોવાની રાવ ઉઠી છે.જેમાં સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ઉપર સમિતના સભ્ય મહેશ લાધવાએ ફરિયાદ કરી છે કે , બેઠકમા લગત વિભાગના વડાજ ગેર હાજર અને પ્રતિનિધિ પણ પરાણે આવતા હોય એવો માહોલ છે એન્ડ ખાલી ચા પીવા માટે અને સહી કરવા માટે જ આવતા હોય તેવુ લાગે છે. કારણ કે,કોઈપણ ફરિયાદનો નિકાલ નથી થતો તો જુની કેસેટ ક્યા સુધી? છતા તંત્ર અધિકારીઓ માટે તાબોડા? હાજર રહેતા નથી તેના વિરુધ્ધ કાર્યવાહી કેમ નહી? તેવો સવાલ ઉઠાવ્યો છે. તાલુકાના પ્રશ્નોની ફરીયાદ તાલુકા મથકે નિરાકરણ થાય એવા શુભ આશ્રય સાથે રાજ્ય સરકારે દર મહિનાના પ્રથમ શનિવારે પ્રાત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કરવાની હોય છે. જેમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ ન્યાય સમિતિના અધ્યક્ષ અને 3 બિન સરકારી સભ્યો સાથે તાલુકા ની તમામ કચેરીના વડા અધિકારી પ્રજાના પ્રશ્નને લઈને ભેગા મળીને નિવેડો લાવવા માટે આ રચના કરી છે.જ્યારે ટંકારામા આ ફરિયાદ નિવારણ સમિતિ ઉપર ફરીયાદનો ધોધ વછુટયો છે. ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશ લાધવાએ આ બેઠક માત્ર ચા પીવાને સહી કરાવા સિવાઈ કોઈ ચર્ચા ન કરાતી હોય અને પ્રજાના પ્રશ્નને પદાધિકારી ઉઠાવે છે ને અધીકારી ગણકારતા પણ નથી. સાથે કોઈ ટાઈમ ટુ ટાઈમ હાજર પણ રહેતા ન હોય ગત વર્ષેથી રજુ થતા પ્રશ્ર્નોને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોવાની વાત કરી છે. આ બાબતે સિમીતના અધ્યક્ષ પ્રાત અધિકારી ખાચર સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો.પરંતુ ટાઈમ ન હોવાનું બાહનું બતાવી કચેરીમાથી નિકળી ગયા હતા. અને બેક દિવસ પછી આવશુ ત્યારે ચર્ચા કરશુ નો રાગ આલાપ્યો હતો. જોકે પ્રાત અધિકારી ઓવરબ્રિજની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટને આડે હાથ લિધા હતા ત્યારે સવાલ એ છે કે 26 જાન્યુઆરીની જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે ત્યારે જ ટંકારાની મુશ્કેલી દેખાય? શુ જે કચેરીના અધિકારીઓ મિટીંગમા નથી આવતા એના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે? શુ છેલ્લી કેટલીય મિટીંગથી થતી રજૂઆતનો નિકાલ આવશે? કે પછી આગે સે ચલી આતી ની જેમ થશે.હાલ તો ટંકારાના રહીશો 26 જાન્યુઆરીએ કોઈ મોટા નેતા કે મિનીસ્ટર આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે જેથી કોઈ.મોટા નેતા આવે અને રાતો રાત બધુ સહી સલામત થઇ જાય એમ થોડા સમય માટે પણ કાઈક નવું થાય તો ખરા.