મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ખાતે આવતીકાલે રવિવારના રોજ સવારે 9:30 થી 12 દરમિયાન પુસ્તક પરબ યોજાશે. જેમાં કિંજલબેન મીરાણી દ્વારા પ્રવીણ પીઠડીયાના પુસ્તક 'નગર'નો પરિચય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પુસ્તક પરબમાં 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો છે. તો આ પુસ્તકો વાંચવા માટે અવશ્યપણે પુસ્તક પરબમાં પધારો.