મોરબી : મોરબીની સરકારી વી સી ટેકનિકલ હાઇસ્કૂલના ટેકનિકલના વિદ્યાર્થીઓએ ટેકનિકલ સ્ટાફ સાથે આજે જેતપુર રોડ પર આવેલ ઈડીકા સીરામીક કંપનીની મુલાકાત લીધી હતી. વીસી હાઈસ્કૂલના ટેકનિકલ વિભાગના ધોરણ 10 માં અભ્યાસ કરતા 48 વિધાર્થીઓ અને વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલના કણસાગરા સર સહિતના શિક્ષકોએ ટેકનિકલ શિક્ષણનું જ્ઞાન મેળવવા માટે આ સીરામીક કંપનીની મુલાકાત લીધી હતી.આ સીરામીક કંપનીના માલિકોએ આ સીરામીક કંપનીના દરેક વિભાગોની વિધાર્થીઓને મુલાકાત કરાવીને સમગ્ર સીરામીકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.બાદમાં કંપની તરફથી દરેક વિદ્યાર્થીઓને બપોરે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સીરામીક કંપનીના માલિકોએ પણ વિધાર્થીઓ સાથે બેસીને ભોજન લીધું હતું.