પરમાણુ કી સહેલી ડો.નીલમ ગોયલે પરમાણુ ઉર્જાના ફાયદા અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજ માટે પરમાણુ ઉર્જા અંગે પરમાણુ કી સહેલી ડો.નીલમ ગોયેલના સેમિનારના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પરમાણુ કી સહેલી ડો.નીલમ ગોયલે પરમાણુ ઉર્જાના ફાયદા અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.આ સેમિનારનો કોલેજની 700 થી વધુ વિધાર્થીનોએ ભાગ લીધો હતો. નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં પરમાણુ ઉર્જા વિશેના સેમિનારમાં વિધાર્થીનોએને માર્ગદર્શન આપતા ડો. નીલમ ગોયલે જણાવ્યું હતું કે, હાલ વીજળીના સ્ત્રોત અપૂરતા છે.ખાસ કરીને કોલસો મુખ્ય વીજળીનું ઉત્પાદિત સ્ત્રોત છે.પણ કોલસો હવે ધટી રહ્યો છે અને વીજળીના જેટલા સ્ત્રોત છે તે કટોકટીમાં આવી ગયા છે.જેથી આગામી સમયમાં વીજ કટોકટી થાય તેવા એંધાણ મળી રહ્યા છે.આવા સંજોગોમાં પરમાણુ ઉર્જા જ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે.સસ્તા દરે પરમાણુ ઉર્જા મળે તેમ છે.જોકે મોરબીનો સીરામીક ઉધોગના વિકાસમાં માટે સસ્તા અને સારા પ્રમાણમાં મળતા પરમાણુ ઉર્જા મહત્વની બની રહે એમ છે.પણ એના તરફ ખોટો વિરોધ ઉભો થઇ રહ્યો છે.જોકે લોકોને પરમાણુ ઉર્જા વિશે સાચી.માહિતી જ નથી .આથી તેઓ સાચી માહિતી આપીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.જ્યારે નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી કાંજીયાએ આ સેમિનાર ખુબ જ ઉપયોગી હોવાનું જણાવીને તેમની સંસ્થાની 700 થી વધુ સાયન્સની વિધાર્થીઓમાં પરમાણુ ઉર્જા વિશે હકારાત્મક અભિગમ કેળવાયો હોવાનું જણાવ્યું હતું.