ગામના અગ્રણીઓએ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરાહનીય કાર્ય કર્યું મોરબી : મોરબીના નારણકા ગામે નારણકાના કાનજીભાઇ ઓધાભાઇ મોરડીયા તથા કરશનભાઇ ઓધાભાઈ મોરડીયા દ્વારા એક સેવા યજ્ઞની શરુઆત કરવામાં આવી છે. જેમાં નારણકા ગામમાં વસતા તમામ ગ્રામજનોને કોઈપણ જરૂરીયાતમંદ દર્દી માટે પોતાની ફોરવ્હીલ કાર જ ઈમરજન્સી માટે ફ્રી સેવા આપવામાં આવી છે. હરહમેંશ નારણકા ગામના ગ્રામજનો ઉપરાંત મોરબી સ્થિત રહીશો ગામ પ્રત્યે પ્રેમ ભાવના બતાવી જ્ઞાતિ-જાતિ ભેદભાવ ભુલી એકસંપ બની ગમે તે કાર્યમાં સાથ સહકાર આપી રહ્યું છે. ત્યારે ફરીએક વાર નારણકા ગામના કાનજીભાઈ ઓધાભાઈ મોરડીયા તથા કરશનભાઈ ઓધાભાઈ મોરડીયાએ ગ્રામજનો માટે ઈમરજન્સી વાહન ફ્રી સેવા શરૂ કરતા માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું. આ તકે નારણકા ગામના સંરપંચ શ્રી ભગવતીબેન રમેશભાઇ મેરજા તથા ગ્રામજનોએ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું.