યુવાને અજાણ્યા શખ્સ સામે ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં યુવાનના એ.ટી.એમ કાર્ડ ક્લોનીંગ કરી અથવા ડુપ્લીકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી અજાણ્યા શખ્સે રૂ.૩૯૦૨૩ નું ઓનલાઈન ચિટીંગ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સત્યરાજસિંહ બળદેવસિંહ સરવૈયા રહે.શ્રીમદ સોસાયટી અભિપેલેશની બાજુમાં મોરબી મુળ ગામ જેસર ઉપલીબજાર દરબારગઢ તા.જેસર જી. ભાવનગર વાળાએ અજાણ્યો ઇશમ સામે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૫/૧૨/૨૦૧૯ ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ નચીકેતા કોમ્પલેક્ષ બેંક ઓફ મોરબી ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીના એસ.બી.આઇ બેંક એકાઉંટમાંથી કોઇ અજાણ્યા વ્યક્તીએ અલગ અલગ ચાર ટ્રાન્જેશન કરી કુલ-૩૯૦૨૩/- રુપીયા ફરીયાદી પાસે એ.ટી.એમ કાર્ડ હોવા છતા કોઇ પણ પ્રકારની માહીતી ન આપ્યા હોવા છતા ફરીયાદીની જાણ બહાર ફરીયાદીનું એ.ટી.એમ કાર્ડ ક્લોનીંગ કરી અથવા ડુપ્લીકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી ઓળખ છુપાવી પરરુપ ધારણ કરી ઇલેક્ટ્રોનીક માધ્યમથી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે સીટી બી ડીવીજનના પીઆઇ પી.બી.ગઢવીએ તપાસ હાથ ધરી છે.