સતત બીજે દિવસે તપાસ, કરચોરી ઝડપાય તેવી શકયતા મોરબી : મોરબીના સિરામિક એકમો ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જીએસટી વિભાગ દ્વારા કુલ 12 સિરામિક એકમોમાં ગઈકાલથી તપાસ ચાલી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જીએસટી ડિવિઝન -10 દ્વારા ગઈકાલે મોરબીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 12 સિરામિક એકમોમાં જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસ આજે પણ યથાવત રહી છે. કંપનીઓના તમામ વ્યવહારોને અધિકારીઓની ટિમો દ્વારા બારીકાઈથી તપાસવામાં આવી રહ્યા છે. આ દરોડા દરમિયાન કરચોરી ઝડપાઇ તેવી શકયતાઓ સેવાઇ રહી છે.