મોરબી :.મોરબી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ/કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલ નુકશાનીના વળતર માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ સહાય પેકેજ માં જે તે ગામે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર(VCE) મારફત ઓનલાઈન અરજી કરવાની તારીખ ૧૪/૦૧/૨૦૨0 સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવી છે. જેથી બાકી રહેલ તમામ ખેડૂતોએ તારીખ ૧૪/૦૧/૨૦૨૦ સુધીમાં અરજી કરી દેવા જણાવવામાં આવે છે. ખેડૂતો તરફથી થયેલ અરજીમાં ઘણા ખેડૂત મિત્રોએ અરજી ફોર્મ, કબૂલાતનામા અને સંમતિપત્રકમાં સહીઓ કરી આપેલ નથી અને સાથે સાથે ઘણા ખેડૂત મિત્રો એ ચાલુ વર્ષના પાકનો વાવેતર વિસ્તાર દર્શાવતો સાત-બાર કે તલાટીનો વાવેતરનો દાખલો સામેલ કરેલ નથી જેથી આ ખેડૂતોએ આ બાબતે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર (VCE) પાસે પૂર્તતા કરાવી જવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. વધુમાં અરજી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે જેથી ફક્ત અરજી ઓનલાઇન કરવા માટે કોઈએ ચાર્જ ચુકવવાનો નથી જે ધ્યાને લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરાની અખબારી યાદીમાં જણાવાયું છે.