ઇન્ડિયન લાઇન્સ કલબના તમામ મેમ્બરોને ઉપસ્થિત રહેવા પ્રોજેકટ ચેરમેનોનું આહવાન મોરબી : સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહેતી ઇન્ડિયન લાઇન્સ કલબ મોરબી દ્વારા આવતી કાલે તારીખ 4 જાન્યુઆરીને શનિવારના રોજ ગરીબ વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીમાં ગરમ કપડાં સહિતના વસ્ત્રો વિતરણ કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે દરેક સભ્યોને શનિવારે સાંજે 05 કલાકે ટાઉનહોલ ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ટાઉનહોલ ખાતે એકઠા થયા બાદ ત્યાંથી સહુ મેમ્બરો શહેરના વિવિધ ગરીબ વિસ્તારોમાં જઈ ગરમ કપડા સહિતના વસ્ત્રો વિતરિત કરશે. પ્રોજેકટ ચેરમેન અશોકભાઈ જોષી, કપીલભાઈ માલાણી, જયદીપસિંહ રાઠોડ, નરેશભાઈ કડેચા, વિમલભાઈ કચોરીયા, ઘનશ્યામભાઈ આઘારા તેમજ સંસ્થાના સેક્રેટરી હર્ષદભાઈ ગામી અને પ્રમુખ ભાવેશભાઈ દોશીએ તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા ઉપરોક્ત તમામ હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.