ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ દ્વારા છેલ્લા 36 વર્ષથી 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 71માં પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. 25, શનિવારના રોજ લક્ષ્મીનારાયણ ગરબી ચોક,ટંકારા ખાતે આ ગીત સ્પર્ધા યોજાશે. આ સ્પર્ઘાનો પ્રથમ રાઉન્ડ તા. 19 રવિવાર ના રોજ આર્યસમાજ (ત્રણ હાટડી) ખાતે રહેશે. પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ થનાર સ્પર્ઘકોને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે.જે પણ લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવો હોઈ તેને 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા' નું ફોર્મ 'આર્યસમાજ (ત્રણ હાટડી) અથવા આર્ય ડેરી ફાર્મ - ટંકારાએથી મેળવી શકે છે. આ સંસ્થા દ્વારા ગીત સ્પર્ધામાં વધુને વધુ લોકો ભાગ લે તે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.