મોરબી : તાલુકાના રામનગર (ખારચિયા) ગામ નજીક આવેલા એક ખેતરમાં ગત રાત્રી દરમ્યાન એક નીલગાય કીચડ ભરેલા એક ખાડામાં ખાબકી હતી. સવારે ગ્રામજનોને જાણ થતાં ગામના છ યુવકોએ ભારે જહેમત બાદ નીલગાયને ખાડામાંથી બહાર કાઢી વિચરતી કરી દીધી હતી.ગામના યુવાનો અલ્પેશ અઘારા, ભરત અધારા, હરેશ સેરશિયા, અરવિંદ સેરશિયા, પ્રકાશ સેરશિયા તથા લખમણ કડીવારે નીલગાયને ખાડામાંથી બહાર કાઢવા માટે દોરડા સહિતના હાથવગા સાધનોનો ઉપયોગ કરી એક અબોલ જીવને બચાવી નવી જિંદગી આપી હતી.