ઓડિયો-વીડિયો, પાવર પોઈંટ, ગેમ્સ તેમજ ચાર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ટંકારા : જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ - મોરબી દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ‘એક દિવસીય કાર્યશાળા’નું આયોજન મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું. મહિલાઓની સામાજીક સ્થિતિ સુધારવા તેમજ મહિલાઓની અંદર રહેલી શક્તિને બહાર લાવવાના શુભ આશયથી યોજાયો હતો. આ કાર્યશાળામાં મહિલા સશક્તિકરણ, મહિલાઓની પાણી સંગ્રહમાં ભૂમિકા તે ઉપરાંત લોકફાળ, પાણી વેરો, પણી બચાવો, પાણીનું શુધ્ધીકરણ, યોજનાની મરામત અને નિભાવણી વગેરે વિષે વિસ્તૃત માર્ગદર્શન વિડીયો, પાવર પોઈંટ, વિવિધ ગેમ્સ તેમજ ચાર્ટ દ્વારા રજૂઆતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હેલ્થ હાઇજીન અને ક્લોરીનેશન, ડે ઝીરો, જળ બચાવો, મહિલા અને પાણી, મોરબી જિલ્લામાં વોટર નેટવર્ક, જળ કટોકટી જેવા વિષયો પર વક્તાઓએ તેઓના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ મોરબીના યુનિટ મેનેજરશ્રી જે.એચ.જાડેજા, પાણી પુરવઠા બોર્ડ મોરબીના કાર્યપાલક ઈજનેર પી. એ. સોલંકી, નાયબ કાર્યપાલક ઈજનેર ટંકારા ખ્યાતીબેન હરણીયા, અ.મ.ઈ.ટંકારા બલદાણીયા, આગાખાન ફાઉન્ડેશન ટંકારાના ફ્લસ્ટર મેનેજર ફાલ્ગુનીબેન જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ટીમમાં વિશેષ ભટ્ટી, આનંદ જાની, કિરિટ બરાસરા, જી.ડી.બોડા તેમજ રામ સોઢિયા જોડાયા હતા.