નવકાર કોમ્પ્યુટર સિરામિક કંપનીની વિઝીટ કરાવતું પ્રથમ ક્લાસિસ, અહીં કોચિંગ મેળવી ડિઝાઇનિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની વિપુલ તક : Tally Education Private Limited, Bengluruનું મોરબી જિલ્લાનું એકમાત્ર ઓથોરાઈઝડ ટ્રેનિંગ સેન્ટર પણ અહીં જ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સિરામિક સિટી તરીકે ઓળખાતા મોરબીના સિરામિક સહિતના અનેકવિધ ઉદ્યોગો કાર્યરત છે. જેથી અહીં એકાઉન્ટન્ટ અને ટાઇલ્સ ડિઝાઇનિંગ ક્ષેત્રે કારકિર્દીની વિપુલ તકો રહેલી છે. આ બન્ને ક્ષેત્રે શ્રેષ્ઠ કોચિંગ આપતું ઇન્સ્ટિટ્યૂટ નવકાર કોમ્પ્યુટર છે. વધુમાં અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ પૂરું પાડવા માટે સિરામિક કંપનીની વિઝીટ પણ ગોઠવવામાં આવી હતી. મોરબીમાં નવા બસસ્ટેન્ડ પાસે શનાળા રોડ ઉપર સુપર માર્કેટમાં થર્ડ ફ્લોર પર કાર્યરત નવકાર કોમ્પ્યુટરમાં સિરામિક ટાઇલ્સ ડિઝાઇનિંગનો કોર્ષ કરાવવામાં આવે છે. Apple iMac Computer ઉપર સિરામિક ટાઇલ્સનું ડિઝાઇનિંગ શીખવતું સમગ્ર જિલ્લાનું આ એકમાત્ર કલાસીસ છે. અહીંથી કોર્સ કર્યા બાદ આજે 300થી વધુ વિદ્યાર્થીઓ સિરામિક કારખાનામાં ડિઝાઇનર તરીકે કાર્યરત થયા છે. વધૂમા અહીંના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવાના આશયથી સિરામિક કંપનીઓની વિઝીટ પણ કરાવવામાં આવે છે. જેમાં તાજેતરમાં જ હાલની બેચના વિદ્યાર્થીઓને Simero Vitrified Pvt. Ltd.,ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સિમેરો સિરામિકના સંચાલક પ્રકાશભાઈ આદ્રોજાનો ખુબ સારો સહકાર મળ્યો હતો. ત્યાં વિદ્યાર્થીઓને માટી ખાતાથી શરૂ કરીને સ્પ્રે ડાયર, બોઇલર, પ્રેસ મશીન, કિલન, ડિજિટલ મશીન, પોલીશીંગ, સાઇઝિંગ તેમજ પેકેજીંગ અને લોડીંગ સુધીની મહત્વની બાબતોની ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને Sepal Ceramic Wall tilesના કારખાનામાં પણ લઈ જવામાં આવ્યા હતા. જ્યા સેપલ સિરામિકના સંચાલક પરેશભાઈ વિલપરાનો પણ ખુબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. ત્યાં પણ વિદ્યાર્થીઓને પ્રેસ મશીન, કિલન, ડિજિટલ મશીન, સાઇઝીંગ, સોર્ટિંગ ,પેકેજીંગ અને લોડીંગ જેવી તમામ માહિતી અપાઈ હતી. નવકાર કોમ્પ્યુટર Tally Education Private Limited, Bengluruનું મોરબી જિલ્લાનું એકમાત્ર ઓથોરાઈઝડ ટ્રેનિંગ સેન્ટર છે. અહીં ટેલીના કોર્સમાં વિદ્યાર્થીઓને એકાઉન્ટમાં પાયાના મુદાથી એડવાન્સ એકાઉન્ટ સુધીના તમામ મુદ્દાઓ શીખવવામાં આવે છે. આ કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને Tally કંપનીનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને ટેલી કંપની દ્વારા TALLY ERP 9.0નું પ્રિન્ટેડ મટિરિયલ્સ અને પ્રેક્ટીસ માટે વધારાની જાણકારી પણ આપવામાં આવે છે. તેમજ નવકાર કોમ્પ્યુટરમાંથી આ કોર્ષ કરનાર દરેક વિદ્યાર્થીનું ટેલીની વેબસાઈટ www.tallyeducation.com ઉપર નામ પણ નોંધાય છે. જેથી કરીને ટેલીનું સર્ટિફિકેટ વેરીફાય પણ કરી શકીએ છીએ. ટેલી કંપની દ્વારા ડિઝાઇન કરેલ TALLY ACE, TALLY PRO, TALLY GURU- GST જેવા કોર્સ પણ મોરબીમાં એકમાત્ર નવકાર કોમ્પ્યુટર દ્વારા ચલાવવામાં આવે છે. ઉપરાંત અહીં કુલ 3 મહિનાનો Social media marketing , 3 મહિનાનો Graphic designer, 2 મહિનાનો Photo editing, 6 મહિનાનો બનો Computer expert, 6 મહિનાનો Computer teacher training કોર્સ થાય છે. આ સાથે CCC , Tally with GST, Miracle, profit, D.T.P., Computer Hardware સહિતના કોર્સ પણ ચલાવવામાં આવે છે. અહીંની ખાસિયત એ છે કે અહીં 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને માસ્ટર ડીગ્રી ધરાવતા ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવે છે. જે પોતે જ સંચાલક છે.વધૂમાં વિસ્તૃત વિગત માટે નવકાર કોમ્પ્યુટરના સંચાલક દિપેશભાઈ દોશી મો.નં. 9510256795 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.