મોરબી : કોમન મેન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત આદર્શ માતા કસોટી કે જેનું ત્રણ તબક્કમાં આયોજન થયેલ હતું. જેમાં મોરબી જિલ્લાની ૧૪૦૦ માતાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. આ આદર્શ માતા કસોટીમાં તારીખ -૨૨/૧૨/૨૦૧૯ના રોજ બાળકનું હેલ્થ ચેકઅપ તથા વસ્ત્ર પરિધાન સ્પર્ધાનું આયોજન થયેલ હતું. તારીખ - ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ આદર્શ માતા કસોટીમાં ભાગ લીધેલ માતાઓની લેખિત કસોટીનું આયોજન થયેલ હતું. અને તારીખ -૨૯/૧૨/૨૦૧૯ના રોજ મેગા ફાઇનલનું આયોજન કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, નવા બસ સ્ટેન્ડની પાછળ, મોરબી ખાતે થયેલ હતું. જેમાં દર્શનાબેન દિલીપભાઈ પરમારે પ્રથમ અગિયાર આદર્શ માતાઓમાં છઠ્ઠો નંબર અને તેમની પુત્રી ધ્યાની દિલીપભાઈ પરમારે હેલ્થ ચેક અપ સ્પર્ધામાં બીજો નંબર મેળવી શ્રેષ્ઠ દેખાવ કરી સમસ્ત મોચી સમાજનું ગૌરવ વધારેલ હતું. આ તકે તેઓને પરિવારજનો તથા કુટુંબીજનોએ શુભેચ્છા પાઠવી હતી.