મોરબી : મોરબીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વ્રુંદાવન પાર્ક સાઇબાબાના મંદીર પાસે રહેતા જલાદી ચરણ કુમાર ચેંગલ રામા નાયડુ ઉ.વ ૩૨ નામના યુવાનને ગઈકાલ તા.૩૦ ના રોજ વ્રુદાવન પાર્ક સાઇબાબાના મંદિર પાસે મોરબી ખાતે પોતાના ઘરે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.બાદમાં તેની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.