મહિલા પીએસઆઈ વી. કે. ગોંડલીયાએ પીધેલા કારચાલકને ઝડપીને ખાતું ખોલ્યું મોરબી : મોરબીમાં 31ડિસેમ્બરને લઈને જીલ્લાભરમાં નાકાબંધી કરી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં જુદી જુદી ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં એ ડીવીઝન વિસ્તારમાં મહિલા પીએસઆઈ વી. કે. ગોંડલીયા સહિતની જુદી જુદી 10 થી વધુ ટીમો બનાવી સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબી સિટીના સૌથી મુખ્ય વિસ્તાર એ ડીવીઝનમાં ચેકીંગનો દૌર સવારથી ચાલુ રાખવામાં આવ્યો છે. એ ડિવિઝનના ચાર પીએસઆઈ અને મહિલા તેમજ ટ્રાફિકની પોલીસ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ઉમિયા સર્કલ નજીક મહિલા પીએસઆઈ વિશાખાબેન ગોંડલીયાની ટીમ દ્વારા એક યુવકને કાર સાથે પીધેલી હાલતમાં પકડી પાડી ખાતું ખોલવામાં આવ્યું હતું. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. બી ડીવીઝન સહિતનાં વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના એ ડીવીઝનના અન્ય વિસ્તારો જેવા કે ભક્તિનગર સર્કલ,ઉમિયા સર્કલ, નવ બસ સ્ટેન્ડ,જુના બસ સ્ટેન્ડ,સહિતના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ચેકીંગમાં ફક્ત મોરબી એ ડીવીઝન વિસ્તારમાં સૌથી વધુ 60 પોલીસકર્મીઓ ટીમોમાં જોડાયા છે જેમાં અમુક પોલીસની ટીમોમાં સિવિલ ડ્રેસમાં ચેકીંગમાં જોડાયા છે જે સવાર સુધી અવિરત ચાલુ રહેશે ત્યારે મોરબી એસપી ડો કરનરાજ વાઘેલા દ્વારા પણ તમામ સ્થિતિનું મોનિટરીગ ચાલુ રખવામાં આવ્યું છે. મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરીના જણાવ્યા અનુસાર કોઈ આવારા તત્ત્વોને પહોંચી વળવા તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે આગામી સમયમાં હજુ વધુ નબીરાઓ ઝડપાય તો નવાઈ નહીં જો કે મોરબી એ ડીવીઝન પોલીસે પીધેલાઓના રંગમાં ભંગ પાડવા કમર કસી લીધી છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.