વાંકાનેર : થર્ટી ફસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિદેશી દારૂની હેરફેર વધી રહી છે ત્યારે પોલીસ પણ બુટલેગરોને ઝડપી લેવા સતર્ક બની છે. વાંકાનેર બાઉન્ડરી નજીક પોલીસ ચેકીંગ દરમ્યાન એક કારમાંથી દારૂ-બિયર ઝડપાયો હતો. જ્યારે કાર ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. વાંકાનેર બાઉન્ડરી નજીક બીસ્મિલ્લાહ હોટલની સામે નેશનલ હાઇવે પરથી એક કાર નંબર GJ 01 HG 0554 નીકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. આથી ઉપરોક્ત નંબરની ફોર્ડ આઇકોન કારનો પોલીસે પીછો કર્યો હતો. આ દરમ્યાન કાર ચાલક આગળ જઈને કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 33 બોટલ, 190 નંગ 189 એમ.એલ.ના ચપલા તથા કિંગફિશર કંપનીના 10 નંગ ટીન મળી આવ્યા હતા. આથી મળી આવેલા દારૂની કુલ કિંમત રૂ. 29900 તથા કાર કિંમત રૂ. 80,000 આમ કુલ મળી રૂ. 10,9900નો મુદ્દામાલ ઝપ્ત કરી પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી છે.