મોરબી : વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિઓના હક અધિકાર અંગે જાગૃતતા લાવવા તથા સમાજના લોકોને સંગઠિત થવા આગામી તા. 3/1/2020ના રોજ બપોરે 2:00 વાગ્યે ભાવેશ્વરીબેનના રામધન આશ્રમ, મહેન્દ્રનગર મેઈન રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિ.એસ.એસ.એમ સંસ્થાના મુખ્ય સચિવ અને વિચરતી વિમુક્ત જાતિ અને અર્ધ વિચરતી જાતિ વિકાસ અને કલ્યાણ વિભાગ, અમદાવાદના બોર્ડ મેમ્બર મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દરેક સમાજની ચર્ચા કરી શકે તે માટે વિચરતી વિમુક્ત 40 જાતિઓના દરેક સમુદાયના લોકોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંપર્ક સૌરાષ્ટ્ર વિભાગીય સંયોજક કનુભાઈ બજાણીયા તથા છાયાબેન પટેલ મો: 90999 36016, મો: 90999 36018 નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.