છેલ્લા છ દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાના સગડ દેખાતા વનવિભાગ થયું છે દોડતું હળવદ: હળવદ પંથકમાં પાછલા છ દિવસથી જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં દિપડાના સગડ તો દેખાય છે પરંતુ હકીકત તો એ છે કે અત્યાર સુધી દીપડાને કોઈએ જોયો તો નથી જ .? તેથી હાલ તો વનવિભાગ દ્વારા દિપડાના સગડ ને પગલે જુદી જુદી જગ્યાઓ પર દીપડાને પકડવા પાંજરૂ મુકાઇ રહ્યું છે ઘનશ્યામપુર બાદ હાલ મોડી સાંજના દીઘડિયા ગામે દીપડાને પકડવા પાંજરૂ મુકાયું હોવાનું જાણવા મળ્યું છે હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર,પલાસણ બાદ ગઈકાલે તાલુકાના દીઘડિયા ગામે દિપડાના સગડ જોવા મળતા વનવિભાગની ટીમ તપાસાર્થે દોડી ગઇ હતી અને આ સગડ દીપડાના હોવાનું જણાતા દીઘડિયા ગામ ના વિક્રમ ભાઇની વાડીએ દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું છે વનવિભાગના ફોરેસ્ટ ઓફિસર ટી.એન ડઢાણીયા,વિષ્ણુભાઈ રબારી,કાનાભાઈ આહીર ના જણાવ્યા મુજબ દીઘડિયા ગામે દીપડાના સગર જોવા મળતા આજે ઘનશ્યામપુર થી પાંજરૂ ઉપાડી લય મોડી સાંજના દીઘડિયા ગામે એ મૂકવામાં આવ્યું છે અને હાલ તપાસ યથાવત્ હોવાનું જણાવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે પાછળ છ દિવસથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અને વનવિભાગને દીપડો દોડાવી રહ્યો છે જે હજુ હાથ આવ્યું નથી અહીં રાહતના સમાચાર પણ એ છે કે હળવદમાં દિપડાના સગડ જોવા મળે છે પરંતુ આ દીપડો માનવભક્ષી ન હોય જેથી હજી સુધી કોઈ માનવ પર હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો નથી બોક્ષ.. હળવદ મા દીપડો પકડાયો હોવાનો વિડીયો વાયરલ થયો હળવદ પંથકમાં થોડા દિવસોથી દીપડો આવ્યો હોવાની ચર્ચા સાભળવાભ મળી રહી છે તેવામાં દીપડાને ઝડપી લેવા વનવિભાગ દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું છે ત્યારે આજે સવારથી સોશિયલ મીડિયામાં દીપડો પકડાઈ ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે જોકે આ અંગે ફોરેસ્ટ ઓફિસર સી.એન.ડઢાણીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ જે સોશિયલ મીડિયામાં દીપડો પકડાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે તે હળવદ નો નહી પણ બીજા અન્ય તાલુકાનો હોવાનું જણાવ્યું છે જેથી જે વીડિયો વાયરલ થયો છે હળવદ નો નહિ પણ અન્ય તાલુકાઓનો હોવાનું જાણવા મળ્યું છે