વાંકાનેર : વાંકાનેર ખાતે જડેશ્વર રોડ પર આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા કેલેન્ડર વર્ષની પુર્ણાહુતી નિમિત્તે હાલમાં લોકો દ્વારા કરવામાં આવતી પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુરૂપની ઉજવણીને તિલાંજલિ આપી, એપાર્ટમેન્ટમાં વસતાં પરિવારો દ્વારા સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ સંગીતમય શૈલીથી શ્રી સુંદર કાંડ તથા શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૩૧/૧૨/૨૦૧૯ને મંગળવારે રાત્રિના ૦૯-૦૦થી શરૂ થશે. જેના થકી લોકોમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડવામાં આવશે, તેમ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા યાદીમાં જણાવેલ છે.