મોરબી : રફાળેશ્વરમાં ચારણ (ગઢવી) સમાજ દ્વારા આગામી 28 ડિસેમ્બરના રોજ સોનલમાનો 96મો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાશે. આ પ્રસંગે સવારે 9 કલાકે શોભાયાત્રા ચામુંડા માતાજીના ઓરડેથી નીકાળવામાં આવશે. જે શોભાયાત્રા સોનલ સોસાયટીથી થઈને સોનલ વાડી સુધી રાખવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે ચારણ સમાજના યુવાનો દ્વારા તડામાર પૂર્વતૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ તેના ભાગરૂપે સોનલ વાડીએ વૃક્ષારોપણ કરવામાં આવ્ય્યું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા ચારણ સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.