મોરબી : ચારણ-ગઢવી યુવક મંડળ માધાપર દ્વારા આવતીકાલે તા. 28 ડિસેમ્બરના રોજ ગઢવી લાભુભા વાલાભા (સાદૈયા) ધક્કા મેલડી માંની બાજુમાં, ન્યુ રેલ્વે કોલોની ખાતે સોનલ માંનો 96મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં સાંજે 4 વાગ્યે શોભાયાત્રા, સાંજે 7 વાગ્યે આરતી તથા મહાપ્રસાદનો લાભ ભાવિકો લઇ શકશે તેમજ રાત્રે 9 વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ તકે મંડળ દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.