આપવાના આનંદ હેઠળ જન્મદિવસની ઉજવણીને ખરાઅર્થમાં સાર્થક કરતા સેવાભાવી આગેવાન મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ ગરીબ બાળકોને ભોજન કરાવીને પોતાના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. મોરબીમાં સેવાકીય કાર્યો તેમજ તહેવારોની અલગ અને વિવિધતાપુર્ણ ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપનું સફળતા પૂર્વક સુકાન સંભાળતા દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. સમાજનો નબળો વર્ગ પણ દરેક તહેવારો માણીને તેને જીવનભરનું યાદગાર સંભારણું બનાવી શકે તેમજ સુખી સંપન્ન લોકો શુભ પ્રસંગે સમાજના નબળા વર્ગને પોતાના પ્રસંગની ઉજવણીમાં સામેલ કરે તેવી પહેલ કરીને સમાજમાં સેવાભાવનાનો નવો ચીલો ચાતરનાર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ હોય સમગ્ર પંથકમાંથી ચો તરફથી તેઓ ઉપર અભિનંદનનો ધોધ વર્ષી રહ્યો છે. યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ તેઓએ આજે આનંદ કાર્યક્રમ હેઠળ આજે સરકારી શાળાઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને ગરીબ બાળકોને ગરમાગરમ સ્ટીમ ઢોકળાની પાર્ટી આપી હતી. બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં દેવેનભાઈને હેપી બર્થડે કહીને તેઓ ઉપર વ્હાલ વરસાવ્યો હતો. આમ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.