ટંકારા : ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે ધજારોહણનો ઉત્સવ આગામી તા. 29 ડિસેમ્બરના રોજ રવિવારે ઉજવવામાં આવશે. જેમાં પંચમુખી હનુમાનજી મંદિરેથી સવારે 9 કલાકે વાજતે-ગાજતે સાધુ-સંતો, બ્રાહ્મણો તથા જબલપૂર ગામ તેમજ ટંકારા સત્સંગ મંડળ સાથે શોભાયાત્રા નીકળશે. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે દર્શનનો લાભ લેવા માટે પંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.