સરસ્વતી શિશુ મંદિર ખાતે ચરજ ભેળીયા વંદના,સ્તુતિ ગાન,આરતી અને પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હળવદ: ચારણ (ગઢવી) સમાજ હળવદ દ્વારા પરમ પૂજ્ય આઇ શ્રી સોનલમાના જન્મ પ્રાગટ્ય દિવસ નિમિત્તે તારીખ ૨૮ને શનિવારના રોજ ભવ્યાતિભવ્ય સોનલ બીજ જન્મોત્સવનું આયોજન કરાયું છે હળવદ ચારણ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સોનલ બીજ જન્મોત્સવના દિવસે દીપ પ્રાગટ્ય કર્યા બાદ આરતી પ્રસંગોપાત ઉદબોધન ચરજ ભેળીયા વંદના સ્તુતિ ગાન તેમજ આમંત્રિત મહેમાનો માટે પ્રસાદનું આયોજન કરાયું છે જેમાં જ્ઞાતિજનોને મોટી સંખ્યામાં પરિવાર સાથે જોડાઈને સોનલ બીજ જન્મોત્સવનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. હળવદ શહેરના સરસ્વતી શિશુ મંદિર ખાતે સોનલ બીજ જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે જેમાં તારીખ ૨૮/૧૨/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે ૩:૪૫ એ દીપ પ્રાગટ્ય કરાશે,આરતી ૪:૦૦કલાકે પ્રસંગોપાત ઉદબોધન ૪ થી ૫ તેમજ પ થી ૬ ચરજ ભેળીયા વંદના ગાન તેમજ ૬થી ૬:૩૦ સ્મૃતિગાન ત્યારબાદ આભારવિધિ કર્યા બાદ આમંત્રિત મહેમાનો માટે પ્રસાદ નું આયોજન કરવામાં આવનાર હોવાનું હળવદ ચારણ સમાજ દ્વારા જણાવાયું છે.