મોરબી : આજે ક્રિસ્મસનો તહેવાર છે. ક્રિસ્મસની ઉજવણીમાં સાન્તા ક્લોઝ બાળકોને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ભેટ સોગાદો આપતા હોય છે. તેથી, બાળકોમાં સાન્તા ક્લોઝ ખુબ જ પ્રિય હોય છે. ત્યારે આજે મોરબીના બે બાળકોએ સાન્તા ક્લોઝનું આબેહૂબ ચિત્ર બનાવ્યું છે. મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તાર પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા મિત નરેન્દ્રભાઈ ચાવડા અને શ્લોક જીતેન્દ્રભાઈ ચાવડા નામના બે બાળકોએ ક્રિસ્મસની ઉજવણીમાં બાળકોના લાડીલા દુલારા સાન્તા ક્લોઝ ભેટ સોગાદો લઈને આવતા હોય, તેવું પેઇન્ટિગ સુંદર રીતે કંડાર્યું છે અને સમગ્ર ક્રિસ્મસ ઉજવણીનું આબેહૂબ ચિત્ર દોર્યું છે. તેમજ ક્રિસ્મસની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી છે. નાની ઉંમરના આ બન્ને બાળકોને ભણવાની સાથે ચિત્રો દોરવાનો ગજબનો શોખ છે અને બન્ને બાળકોએ અદભુત ચિત્રો બનાવ્યા છે. ત્યારે બન્ને બાળકોએ કુદરતે આપેલી કલાની બક્ષિસને સુંદર રીતે નિખારીને ઉમદા ચિત્રકાર તરીકેનો પરિચય આપ્યો છે.