મોરબી : મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન મંદિરના લાભાર્થે આગામી તા. 28 ડિસેમ્બરથી તા. 5 જાન્યુઆરી સુધી સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલની બાજુમાં, શનાળા રોડ ખાતે બપોરે 2થી 6 સુધી કરાવમાં આવેલ છે. જેમાં પોથીયાત્રા શનિવારે બપોરે 1-30 કલાકે ચિત્રા હનુમાન મંદિરથી કથા સ્થળ સુધી નીકળશે. શિવ મહાપુરાણ કથાના વિવિધ પ્રસંગોનું રસપાન વ્યાસપીઠ સ્થાનેથી કથાકાર મહાદેવગીરી બાપુ દ્વારા કરાવવામાં આવશે. કથા દરમિયાન શ્રોતાઓને શિવકથા માહાત્મ્ય, દેવરાજ મોક્ષ, સૃષ્ટિની ઉત્પત્તિ, સતી પ્રાગટ્ય, શિવ વિવાહ, ગણેશ - કાર્તિકેય જન્મ, શિવના ભક્તોની પરીક્ષા, બાર જ્યોર્તિલિંગ મહિમાની કથાનો લાભ લેવા માટે સત્યેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.