મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આશરે એકાદ માસ પહેલા સિવિલ હોસ્પિટલ નજીકથી સગીર વયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં તા. 20 ડિસેમ્બરના રોજ આરોપી સંજય નાથુભાઈ ધંધુકિયા (ઉ.વ. 30)ને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને પરિવારજનોને સોંપવામાં આવી હતી. આરોપી હાલમાં રિમાન્ડ પર છે. તેમજ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે.