ટંકારા : ટંકારામાં બીએસએનએલનું નેટ બંધ થતાં સરકારી કચેરીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે અનેકવિધ અરજદારોને ધરમના ધક્કા થયા હતા. માત્ર નેટ ન હોવાથી સરકારી કામકાજોને ભારે અસર પહોંચી હતી. મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી સહિતની સરકારી કચેરીઓમાં અરજદારોને ધક્કા થયા હતા. આ મામલે ભાજપના મહામંત્રી અને વકીલ સંજયભાઈ ભાગીયાએ બીએસએનએલના એ.કે.પટેલને ફોન કરતા તેઓએ ગૌરીદળ પાસે લાઇન તૂટી હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના હોદ્દેદારો કચેરીએ દોડી જતા કર્મચારીઓએ તેમના પગાર સમયસર ન થતા હોવાની ફરિયાદો કરી હતી.